ઇ મેગેઝીન : ‘ઉજાશ’ ઇ મેગેઝીન દર મહિને બહાર પાડવામાં આવે છે.
શાળાની ન્યુઝ ચેનલ : શાળાના સમાચાર વિદ્યાર્થીઓ દ્વારા ન્યુઝ સ્વરૂપે શાળાની યુ ટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવે છે.
લાઈવ પ્રાર્થના સમેલન : દરરોજ શાળાનું પ્રાર્થના સમેલન લાઈવ કરવામાં આવે છે.
હાજરી કાર્ડ : હાજરી કાર્ડ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસાત્મક નોંધ.
વાર્તા કથન : પ્રાર્થના સમેલનમાં વિદ્યાર્થીઓ દ્વારા દરરોજ વાર્તા કથન
છોડ આપીને જન્મદિવસની ઉજવણી : વિદ્યાર્થીઓ પ્રકૃતિ પ્રેમી બને તે માટે જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ શાળાને છોડ અર્પણ કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ગામની દિવાલો શીખવે છે : દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ શીખી શકે તે માટે ‘ગામની દિવાલો શીખવે’ નવતર પ્રયોગ
લખતાં લખતાં ઘડિયા શીખીએ : ઉનાળુ વેકેશનમાં વિદ્યાર્થીઓ ઘરે દરરોજ ઘડિયો લખે તે માટે નવતર પ્રયોગ ‘ લખતાં લખતાં ઘડિયા શીખીએ’
પ્રવૃત્તિ કેલેન્ડર : 35 દિવસના ઉનાળુ વેકેશનમાં વિદ્યાર્થીઓ વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરે તે માટેનું આયોજન. હર ઘર સમર કેમ્પ
બેસ્ટ એસ. એમ. સી. : ૨૦૧૮ માં શાળાની એસ. એમ. સી.ને બેસ્ટ એસ.એમ.સી.નો પુરસ્કાર મળેલ છે.
રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ : શાળાના મુખ્ય શિક્ષકને વર્ષ ૨૦૧૮ માં રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મળેલ છે.
પ્રતિભાશાળી અને તાલુકાકક્ષાના પુરસ્કારો : શ્રી જ્યશ્રીબેન પંચાલ અને શ્રી શિલ્પાબેન પટેલને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર અને
શ્રી કોમલબેન પટેલને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રની સન્માનિત કરવામાં આવેલ છે.
સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર : ૨૦૧૯ અને ૨૦૨૨ માં શાળાને જિલ્લા કક્ષાનો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર મળેલ છે.
ખેલ મહાકુંભ : બેન્ડ સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રદર્શન –૨૦૧૯ અને ૨૦૨૪-૨૫માં રાજ્યકક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લેવામાં
આવેલ છે.
ગણિત વિજ્ઞાન પ્રદર્શન : તાલુકા કક્ષા
કલા મહાકુંભ : તાલુકા કક્ષા
કલા ઉત્સવ : તાલુકા કક્ષા